Photo Story વિરમગામમાં વહી વિકાસની સરવાણી… માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે માંડલ ખાતે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં અંદાજે ₹497 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યો વિરમગામ વિધાનસભાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરશે. January 1, 2026 પુષ્પોની સુવાસ અને વિકાસની ગાથાનો સંગમ! 🌸🇮🇳 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’નો ભવ્ય પ્રારંભ થયો. આ વર્ષે ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત આ શૉમાં ભારતની સમૃદ્ધ વિરાસત અને આધુનિક પ્રગતિના દર્શન અગણિત ફૂલોની કલાત્મક પ્રતિકૃતિઓ દ્વારા કરવામાં આવ્યા છે. પુષ્પોની મહેંક વચ્ચે દેશની ગૌરવશાળી વિકાસયાત્રા ખરેખર મંત્રમુગ્ધ કરનારી છે. આ અવસરે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં. January 1, 2026 એક સામાન્ય કાર્યકર્તાથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા સુધીની ગાથા એટલે નમોત્સવ… અમદાવાદના સંસ્કારધામ ખાતે આજે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ નમોત્સવ કાર્યક્રમ નિહાળ્યો. આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી, શ્રી રામમોહન નાયડુજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા. December 29, 2025 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને પૂર્વ પ્રદેશ પદાધિકારીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં. December 29, 2025 અમદાવાદ ખાતે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને કેન્દ્રીય મંત્રી Mansukh Mandaviya જીની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા ભવ્ય મહાસંમેલન અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી અને નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો. December 29, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં આજે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે ‘યુવા બિઝનેસ મહાસંમેલન’ યોજાયું. આ અવસરે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બિઝનેસ નેટવર્ક એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું તેમજ આત્મનિર્ભર ભારતના શપથ લેવામાં આવ્યા. December 28, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવીથી ઓગણજ-શીલજ-આંબલી-શાંતિપુરા થઈ સનાથલ સાબરમતી નદી સુધી અંદાજિત ₹300 કરોડથી વધુના ખર્ચે નાખવામાં આવેલ વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કર્યું. આદરણીય અમિતભાઈએ એશિયામાં પ્રથમવાર માઈક્રો ટનલિંગ પદ્ધતિથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટની માહિતી મેળવી હતી. આ પ્રોજેક્ટ થકી ગોતા, સાયન્સ સીટી વિસ્તાર, ચાંદલોડિયા, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેવાડી, શાંતિપુરા, સનાથલ વિસ્તાર, ફતેવાડી ગામતળ વિસ્તારમાં ડ્રેનેજ ઓવર ફલોની સમસ્યાનાનું નિરાકરણ થશે. December 28, 2025 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં આજે અમદાવાદ મહાનગરપાલિકાના ₹330 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, અનાવરણ તથા વણઝરના પુનર્વસિત રહેવાસીઓને સનદ અર્પણ કરવામાં આવ્યા હતા. વર્ષોની જૂની સમસ્યાનું નિવારણ આવતા આ પરિવારોને પોતાની મિલકતના માલિકી હક્ક મળવાથી તેમના જીવનમાં નવો સૂર્યોદય થયો છે. December 28, 2025 વીર બાળ દિવસ નિમિત્તે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ થલતેજ સ્થિત ગુરુદ્વારા ગોબિંદ ધામ ખાતે શીશ ઝુકાવ્યું. શીખ સંપ્રદાયના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહિબઝાદાઓએ નાની ઉંમરે ધર્મના રક્ષણ માટે જે અજોડ બલિદાન આપ્યું છે, તે ભારતની આવનારી પેઢીઓ માટે સદીઓ સુધી પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. December 26, 2025 શૌર્ય અને સમર્પણની ગાથાનું પુણ્ય સ્મરણ! આજે ‘વીર બાળ દિવસ’ નિમિત્તે વડોદરાના નાનકવાડી ગુરુદ્વારામાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel વિશેષ ઉપસ્થિત રહી શીખ સંપ્રદાયના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ દ્વારા સ્વધર્મના રક્ષણ માટે અપાયેલા અપ્રતિમ બલિદાનને નમન કર્યા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુરુ ગ્રંથ સાહિબ પર પુષ્પો અર્પણ કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી. December 26, 2025 « Previous 1 … 35 36 37 38 39 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel