શૌર્ય અને સમર્પણની ગાથાનું પુણ્ય સ્મરણ! આજે ‘વીર બાળ દિવસ’ નિમિત્તે વડોદરાના નાનકવાડી ગુરુદ્વારામાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel વિશેષ ઉપસ્થિત રહી શીખ સંપ્રદાયના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ દ્વારા સ્વધર્મના રક્ષણ માટે અપાયેલા અપ્રતિમ બલિદાનને નમન કર્યા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ગુરુ ગ્રંથ સાહિબ પર પુષ્પો અર્પણ કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી.












