user_1

State BJP President

Line
001.jpg

શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

પ્રદેશ અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી - ગુજરાત

ધારાસભ્ય, નિકોલ વિધાનસભા

મોબાઈલ નં. +91 99099 81356

ઈ-મેઈલ: [email protected]

કાર્યાલય: 'શ્રી કમલમ્', ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ કાર્યાલય,

પ્રેક્ષા વિશ્વભારતીની સામે,

કોબા સર્કલ પાસે,

ગાંધીનગર – 382007

002.jpg

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો સંક્ષિપ્ત પરિચય

‘જનસેવા એ જ પ્રભુ સેવા’ના મંત્રને આત્મસાત કરી, પાયાના કાર્યકરથી પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારી સંભાળનાર કર્મઠ અને ઊર્જાવાન નેતૃત્વ.

પરિચય અને પ્રારંભિક જીવન

મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરણાવાડા ગામના વતની શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો જન્મ 12 ઓગષ્ટ, 1973ના રોજ પિતા શ્રી ઈશ્વરભાઈ અને માતા પાર્વતીબેનના ઘરે થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં અને કોલેજ કાળનું શિક્ષણ નવગુજરાત કોલેજમાં સંપન્ન થયું છે. શાળાકાળથી જ તેમનામાં નેતૃત્વના ગુણો અને સેવાકીય ભાવનાના દર્શન થતા હતા.

સામાજિક સેવાનો ભેખ

રાજનીતિમાં આવતા પહેલાથી જ તેઓ સમાજ સેવાના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે:

  • આપત્તિ વ્યવસ્થાપન: અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં અસરગ્રસ્તો સુધી અનાજ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું છે.
  • સમાજ સુધારણા: ધાન્ધાર પંચાલ સમાજની વાડીમાં શ્રી વિશ્વકર્મા મંદિરનો જીર્ણોદ્ધાર હોય કે સમાજને વ્યસનમુક્ત કરવાનો યજ્ઞ, તેઓ હંમેશા સમર્પિત રહ્યા છે.
  • આરોગ્ય અને જાગૃતિ: સતત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અને અંધશ્રદ્ધા સામે જનજાગૃતિ ફેલાવી તેમણે સમાજને નવો રાહ ચીંધ્યો છે.
  • મા ફાઉન્ડેશન: વર્ષ 2018માં તેમણે 'મા ફાઉન્ડેશન' ની સ્થાપના કરી, જેના દ્વારા Selfie With A Clean Dish, Save Food, Respect Food, Don’t Waste Food જેવા અભિયાનો ચલાવી અન્નનો બગાડ અટકાવવા સામાજિક ચેતના જગાવી.

રાજકીય સફર અને સંગઠનશક્તિ

એક બૂથ કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં સફર શરૂ કરનાર શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પક્ષના વિવિધ હોદ્દાઓ પર રહી પોતાની સંગઠનશક્તિનો પરિચય આપ્યો છે:

  • 2010: કર્ણાવતી મહાનગર બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકે વિવિધ જ્ઞાતિઓને પક્ષ સાથે જોડી.
  • 2012: નિકોલ વિધાનસભા બેઠક પરથી 49,000થી વધુ મતોની પ્રચંડ બહુમતી સાથે પ્રથમવાર ધારાસભ્ય તરીકે વિજેતા બન્યા.
  • 2016: કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તરીકે સંગઠનને મજબૂત કરી 'મિસ્ડકોલ સદસ્યતા અભિયાન' દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને જોડ્યા.
  • 2017: ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને અમદાવાદની 12 બેઠકો પર ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી.
  • 2021: રાજ્ય સરકારના મંત્રી તરીકે તેમણે સહકાર, વન અને પર્યાવરણ, ઉદ્યોગ, પ્રોટોકોલ અને નાગરિક ઉડ્ડયન જેવા વિભાગોની જવાબદારી ખૂબ જ નિષ્ઠાપૂર્વક સંભાળી.
  • 2022: વર્ષ 2022ની ચૂંટણી બાદ તેઓ ફરીથી રાજ્ય સરકારમાં મંત્રી તરીકે કાર્યરત થયા. વિવિધ વિભાગોનો કાર્યભાર: તેમણે સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટીંગ સ્ટેશનરી અને પ્રોટોકોલ મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે સેવા આપી.
  • 2025: તેમની વર્ષોની નિષ્ઠા અને સંગઠન પ્રત્યેના સમર્પણને ધ્યાને રાખીને, શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.