Photo Story લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન માટે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીની અધ્યક્ષતામાં યુવા મોરચાની પ્રદેશ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંતભાઈ કોરાટ સહિત યુવા મોરચાના પ્રદેશ હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં. October 31, 2025 ધરતીપુત્રોની પડખે ભાજપ સરકાર… ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકશાન અંગે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક સંપન્ન થઈ. October 28, 2025 જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન અંગે આજે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ. ખેડૂતોની તમામ સ્તરે મદદ કરવા ગુજરાતની ભાજપ સરકાર પ્રતિબદ્ધ છે. October 28, 2025 રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી અમરેલી જિલ્લાના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે, ત્યારે આજે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ. October 28, 2025 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે અમદાવાદના શાહીબાગ ખાતે સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીશ્રી અને કોઠારી સ્વામીશ્રી સહિત સંતો સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા. જય સ્વામિનારાયણ 🙏 October 28, 2025 કમોસમી વરસાદથી તાપી અને નવસારી જિલ્લાને પણ અસર થઈ છે, ત્યારે આજે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી ડૉ.જયરામભાઈ ગામીતની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ. October 28, 2025 આજે ઓઢવ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી વિશેષ ઉપસ્થિત રહ્યા. આ સમારોહમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ સૌ કાર્યકર્તાઓ અને નગરજનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને સૌનું અભિવાદન ઝીલ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. October 27, 2025 સાબરમતીનો કિનારો થયો ભગવામય… ભારતીય જનતા પાર્ટી, કર્ણાવતી મહાનગર દ્વારા આજે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીનો ભવ્ય અભિવાદન સમારોહ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સંપન્ન થયો. આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ ઉપસ્થિત સાધુ-સંતોનું પુષ્પો દ્વારા અભિવાદન કર્યું અને સૌ કાર્યકર્તાઓએ સંબોધિત કર્યા. આ સમારોહમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત મહાનગરના હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. October 18, 2025 ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમ્યાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાન ‘સ્વરાજ આશ્રમ’ની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જય સરદાર🙏 October 12, 2025 બારડોલીમાં છલકાયો કેસરિયો સાગર… બારડોલી ખાતે સુરત અને તાપી જિલ્લાના ભવ્ય અભિવાદન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક આગેવાનો તથા હજારો કાર્યકર્તાઓ અને નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીનું સ્વાગત અને અભિવાદન કર્યું. આ સમારોહમાં ઉપસ્થિત સામાજિક આગેવાનો, નાગરિકો અને કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષશ્રીને ભેટ સ્વરૂપે પુસ્તકો અને નોટબુક્સ આપી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, તાપી જિલ્લાના પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી સંદીપભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને હજારોની સંખ્યામાં નાગરિકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. October 12, 2025 « Previous 1 … 37 38 39 40 41 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel