આજે ઓઢવ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી વિશેષ ઉપસ્થિત રહ્યા. આ સમારોહમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ સૌ કાર્યકર્તાઓ અને નગરજનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને સૌનું અભિવાદન ઝીલ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.












