Photo Story યુવા સંકલ્પને સાકાર કરનારું #ViksitBharatBudget2026 આજે KCG ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં ‘Young Entrepreneurs Dialogue’ યોજાયો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ યુવાઓ સાથે બજેટ અંગે વિચારપ્રેરક અને તલસ્પર્શી સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી, ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનિકેતભાઈ તલાટી તથા યુવા ઉદ્યમીઓ ઉપસ્થિત રહ્યા હતા. February 7, 2026 વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારું બજેટ..! કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે આજે વડોદરા મહાનગર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદશ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રોફેશનલ મીટ’નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોફેશનલ મીટમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ તથા પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, વડોદરા મહાનગર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પ્રદેશ બજેટ કમિટી ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો સહીત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ્સની ઉપસ્થિતિ સાથે બજેટ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો. February 6, 2026 કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પત્રકાર પરિષદને સંબોધી અને બજેટમાં કરવામાં આવેલ મુખ્ય જોગવાઈઓ વિશે જણાવ્યું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ શ્રી પ્રશાંતભાઈ વાળા અને અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ વિશેષ ઉપસ્થિત રહ્યાં. February 2, 2026 મહાન યોગી અને સમાજ સુધારક સંત શિરોમણી પૂજ્ય રવિદાસજીની જન્મજયંતીના પાવન અવસરે આજે અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી ભવ્ય શોભાયાત્રામાં સહભાગી થયા. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ પૂજ્ય રવિદાસજીના ચરણોમાં વંદન કરી, સૌના કલ્યાણ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી. February 1, 2026 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી દ્વારા રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ દેશના સર્વાંગી વિકાસ અને જન કલ્યાણનો નવો અધ્યાય છે. આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘બજેટ પ્રચાર અભિયાન’ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધજનો સાથે કેન્દ્રીય નાણામંત્રીશ્રીનું બજેટ સંબોધન નિહાળ્યું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો તથા પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યાં. February 1, 2026 આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026-27ની પ્રસ્તુતિ બાદ પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું પ્રેરણાદાયી સંબોધન સાંભળ્યું. આ અવસરે પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. February 1, 2026 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ રાજકોટ ખાતે કચ્છ અને સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા. January 11, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે નવી દિલ્લી ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી J.P.Nadda જી સાથે શુભેચ્છા મુલાકાત કરી. January 2, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે નવી દિલ્લી ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી Nitin Nabin જી સાથે શુભેચ્છા મુલાકાત કરી. January 2, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે ગાંધીનગર ખાતે નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને વિવિધ વિષયો પર સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.હેમાંગભાઈ જોષી સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. January 1, 2026 « Previous 1 … 34 35 36 37 38 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel