Photo Story ‘ભારત માતા કી જય’ના નાદ સાથે ગૂંજ્યું ટોક્યો… ભારતીય સમુદાયના લોકોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું ટોક્યોમાં ઉષ્માભર્યું સ્વાગત-અભિવાદન કર્યું. August 29, 2025 વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું જાપાનના ટોક્યો ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રીશ્રી જાપાનના પ્રધાનમંત્રી શ્રીમાન શિગેરુ ઇશિબા સાથે મુલાકાત કરશે અને ભારત-જાપાનના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકશે. આ પ્રસંગે તેઓ 15મી વાર્ષિક ભારત-જાપાન સમિટમાં પણ ભાગ લેશે. August 29, 2025 “अब दुनिया के दर्जनों देशों में जो EV चलेगी, उसमें लिखा होगा – MADE IN INDIA!” વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે હાંસલપુર ખાતે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં સુઝુકી મોટરના હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું અને MADE IN INDIA ઇલેક્ટ્રિક કાર ‘eVITARA’નું ફ્લેગ-ઓફ કરાવ્યું. આ સાથે જ પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા સાથે જાપાન ‘વિકસિત ભારત@2047’ના નિર્માણમાં એક વિશ્વસનીય પાર્ટનર બનીને સાથે ચાલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. #PMinGujarat August 26, 2025 eVITARA: MADE IN INDIA, MADE FOR THE WORLD માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે હાંસલપુર ખાતે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની ઉપસ્થતિમાં સુઝુકી મોટરના પ્રથમ ગ્લોબલ બેટરી ઈલેક્ટ્રીક વ્હીકલ ‘e-Vitara’ને ફ્લેગ-ઑફ કરાવવામાં આવ્યું હતું. ભારતમાં બનનારી મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. #PMinGujarat August 26, 2025 ગુજરાતના સાવજનું વતનમાં ભવ્ય સ્વાગત… માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે અમદાવાદ ખાતે ભવ્ય રોડ-શો દ્વારા જનતા જનાર્દનનું અભિવાદન ઝીલ્યું. #ViksitBharatViksitGujarat August 25, 2025 વતનની ધરતી પર આપણા નરેન્દ્રભાઈએ વરસાવી વિકાસની સરવાણી… ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે અમદાવાદ ખાતે ₹5,477 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને વિશાળ જનસભાને સંબોધી. આ વિકાસલક્ષી પ્રકલ્પોમાં રેલવેના ₹1,404 કરોડના પ્રકલ્પો, શહેરી વિકાસ, મહેસૂલ વિભાગ અને અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ સુવિધાઓ માટેના ₹2,644 કરોડના પ્રકલ્પો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટેના ₹1,122 કરોડના પ્રકલ્પો તેમજ માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સહિત મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. #ViksitBharatViksitGujarat August 25, 2025 ।। સુસ્વાગતમ્ ।। વતનની ધરતી પર પધારેલા દેશના યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. #ViksitBharatViksitGujarat August 25, 2025 માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. સેવા પખવાડિયાના આયોજન માટે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં વિશેષ બેઠક યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લા/મહાનગર પ્રમુખશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં. August 25, 2025 રેલવે ટ્રેક પર કચરો ❎ રેલવે ટ્રેક પર સોલાર પેનલ ✅ ભારતીય રેલવેના બનારસ લોકોમોટિવ વર્ક્સ, વારાણસી દ્વારા રેલવે ટ્રેક વચ્ચે પ્રથમ વાર 70 મીટર સુધી સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી. આ ઇનોવેટિવ પ્રોજેક્ટ દ્વારા સૌરઊર્જા ક્ષેત્રે નવી ક્રાંતિની શરૂઆત થશે. August 19, 2025 પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી તથા સૌની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટે લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો. હર હર મહાદેવ 🙏 August 18, 2025 « Previous 1 … 47 48 49 50 51 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel