Photo Story પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદારો સાથે પરિચય બેઠકમાં સંવાદ કર્યો તેમજ ‘વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભાગીદારી’ વિષય પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોષી, મોરચાના પ્રભારી શ્રી કિરીટભાઈ પટેલ સહિત મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં July 14, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે વડોદરા મહાનગર ખાતે વ્રજધામ સંકુલની મુલાકાત લીધી અને વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી સાથે મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા. July 13, 2026 સશક્ત કાર્યકર્તા, મજબૂત સંગઠન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની અધ્યક્ષતામાં આજે વડોદરા મહાનગર કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘બૃહદ કાર્યકર્તા બેઠક’ યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. July 13, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું તથા કાર્યકર્તાઓ અને નગરજનો સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સ્વ.યોગેશભાઈ પટેલના યોગદાનનું વર્ણન કર્યું તથા પેટાચૂંટણીના ઉમેદવાર શ્રી સતિષભાઈ પટેલને જંગી મતોથી વિજયી બનાવવા આહ્વાન કર્યું. વડોદરા મહાનગરના કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષશ્રીનું 25 હજાર નોટબુકોથી દ્વારા અભિવાદન કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. July 13, 2026 ।। વિજયી ભવઃ।। પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતિષભાઈ પટેલે ઉમેદવારી પત્રક ભર્યું. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ તેમને જ્વલંત વિજયની શુભકામનાઓ પાઠવી. July 13, 2026 प्रकृति रक्षति रक्षितः 🌱 સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા નારણપુરા વિધાનસભાના સ્ટેડિયમ વોર્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #एक_पेड़_माँ_के_नाम July 12, 2026 જ્યાં પ્રકૃતિ, ત્યાં પ્રગતિ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા વેજલપુર વિધાનસભાના બોપલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #एक_पेड़_माँ_के_नाम July 12, 2026 પ્રકૃતિનો હરિયાળો રંગ, ઉજ્જવળ ભવિષ્યનો સંગ… સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઘાટલોડિયા વિધાનસભાના ભાડજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #एक_पेड़_माँ_के_नाम July 12, 2026 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં આજે AMCના ‘મિશન 5 મિલિયન ટ્રી’ અભિયાન હેઠળ ‘સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ’ના શુભારંભ થયો તથા ₹405 કરોડના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અવસરે અમદાવાદ શહેરમાં 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ પણ સંપન્ન થયું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો,ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #एक_पेड़_माँ_के_नाम July 12, 2026 ભાજપ એક પરિવાર છે..! ભારતીય જનતા પાર્ટી લદ્દાખના પ્રદેશ અધ્યક્ષ શ્રી તાશી ગ્યાલત્સન ખાચૂજીએ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ની શુભેચ્છા મુલાકાત લીધી. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે તેમનું આત્મીય સ્વાગત સહ સન્માન કર્યું. July 10, 2026 « Previous 1 … 17 18 19 20 21 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel