માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં આજે AMCના ‘મિશન 5 મિલિયન ટ્રી’ અભિયાન હેઠળ ‘સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ’ના શુભારંભ થયો તથા ₹405 કરોડના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અવસરે અમદાવાદ શહેરમાં 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ પણ સંપન્ન થયું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ સહિત હોદ્દેદારો,ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #एक_पेड़_माँ_के_नाम












