Photo Story માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે પુણે ખાતે શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરે દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. July 26, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરીને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા. July 25, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ભારે વરસાદથી પ્રભાવિત નિકોલ વિધાનસભાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું તથા સ્થાનિકો સાથે સંવાદ કર્યો. July 24, 2026 નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભિલાડના ધોરાજી ગામના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો અને વહીવટી તંત્રને રાહત તથા બચાવ કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. ભાજપ સરકાર દરેક નાગરિકની પડખે મક્કમતાથી ઊભી છે અને પ્રત્યેક નાગરિકની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. July 24, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતેથી ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાઈને ઉમદા કામગીરી કરી રહેલ સામાજિક સંસ્થાઓ તેમજ ડ્રોપઆઉટ થયેલા વિધાર્થીઓનો પુનઃપ્રવેશ કરાવનાર શિક્ષકોને સન્માનિત કર્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા. July 22, 2026 રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના નિવાસસ્થાન નજીક સર્જાયેલી અરાજકતા સામે આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો. અરાજક કોંગ્રેસના દેશ વિરોધી અને લોકતંત્ર વિરોધી મનસૂબા ક્યારેય સફળ નહીં થાય..! July 22, 2026 ગુજરાતના યુવાનોના સપનાઓને મળી રહી છે પાંખો! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલ 300થી વધુ વેરા નિરીક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા July 22, 2026 સુવિધાસભર પરિવહન, ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ..! ગાંધીનગર ખાતેથી માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ‘ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત 139 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. પૂરતી સુવિધાઓથી સજ્જ આ પરિવહન સેવાથી અંતરિયાળ, દુર્ગમ અને પહાડી વિસ્તારોના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શાળા-કોલેજની અવરજવર સરળ બનશે તેમજ ઉચ્ચ શિક્ષણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે. July 21, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના ‘મન કી બાત’ કાર્યક્રમની કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મન કી બાત કાર્યક્રમના પ્રદેશ સંયોજક શ્રીમતી વર્ષાબેન દોશી સહિત હોદ્દેદારો અને કાર્યક્રમના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યાં. July 21, 2026 માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય, માર્ગ અને મકાન, શહેરી વિકાસ તથા જળ સંપતિ સહિત વિવિધ વિભાગોના કુલ ₹815 કરોડથી વધુના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આદરણીય અમિતભાઈએ વિકાસ કામોની આ યાત્રાને વણથંભી રાખવાની ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતાને બિરદાવી, વિકાસ કામોના શુભારંભ બદલ સૌ નાગરિકોને અભિનંદન પાઠવ્યા. July 21, 2026 « Previous 1 … 15 16 17 18 19 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel