માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય, માર્ગ અને મકાન, શહેરી વિકાસ તથા જળ સંપતિ સહિત વિવિધ વિભાગોના કુલ ₹815 કરોડથી વધુના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આદરણીય અમિતભાઈએ વિકાસ કામોની આ યાત્રાને વણથંભી રાખવાની ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતાને બિરદાવી, વિકાસ કામોના શુભારંભ બદલ સૌ નાગરિકોને અભિનંદન પાઠવ્યા.












