સેવા હી સંગઠન પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.












