Photo Story વડોદરાના આંગણે નરેન્દ્રભાઈના વધામણાં… સોમનાથ દાદાના આશીર્વાદ લઈને સંસ્કારી નગરીના આંગણે પધારેલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું વડોદરાના નાગરિકોએ ઉમળકાભેર અભિવાદન કર્યું. નિહાળો આ ખાસ તસવીરો… May 11, 2026 હાલારના આંગણે લોકપ્રિય પ્રધાનસેવકનું ભવ્ય અભિવાદન… પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં લોકશાહીના મહાપર્વમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ, છોટી કાશી જામનગરના આંગણે પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું જામનગરવાસીઓ દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું. આ અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જામનગરના નાગરિકો સાથે ભાવપૂર્ણ સંવાદ કરી સ્નેહની સરવાણી વહાવી. May 10, 2026 સોમનાથનો ઈતિહાસ વિનાશ કે હારનો નહીં પરંતુ વિજય અને પુનઃનિર્માણનો છે. જય સોમનાથ 🙏 #SomnathVirasatke75Years May 9, 2026 દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે, ત્યારે તેમના ભવ્ય સ્વાગત અને કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવેની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનની વિશેષ બેઠક યોજાઈ. આ બેઠકમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિત સૌરાષ્ટ્ર ઝોનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. May 6, 2026 બંગાળની જીતની ઉજવણી ઝાલમૂડી સાથે… 📍પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર May 4, 2026 જનવિશ્વાસનો ભવ્ય વિજય✌️ પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી અને ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયને આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ પત્રકાર સંબોધી અને આ ભવ્ય જીત બદલ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો. May 4, 2026 અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં અમેરિકાના કોંગ્રેસમેન પીટ સેશન્સનો અભિવાદન સમારોહ યોજાયો. આ અવસરે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સહિત સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં. જય સ્વામિનારાયણ 🙏 May 3, 2026 જનવિશ્વાસનો મહાવિજય – વિકાસની અતૂટ ગતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026માં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ગૌરવશાળી વિજયના વધામણાં કરવા માટે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi નું મોં મીઠું કરાવી વિજયની શુભકામનાઓ પાઠવી અને પત્રકાર પરિષદના માધ્યમથી ગુજરાતના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ, પ્રદેશ અધ્યક્ષશ્રીએ રાત-દિવસ પરિશ્રમ કરનાર ભાજપના પાયાના પથ્થર સમાન સૌ કર્મઠ કાર્યકર્તાઓને આ ભવ્ય વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. April 28, 2026 રાજકોટના પ્રત્યેક બૂથ પર કમળ ખીલવવા ભાજપના કાર્યકર્તાઓ સજ્જ છે… નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ આજે રાજકોટ મહાનગરના વિવિધ વોર્ડના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની મુલાકાત લઈ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે April 23, 2026 બોરસદમાં પ્રચંડ જનસમર્થન… પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે આણંદના બોરસદ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું. જનતાના અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજયધ્વજ લહેરાવવા માટે કાર્યકર્તાઓ અને નાગરિકોને આહ્વાન કર્યું. April 22, 2026 « Previous 1 … 25 26 27 28 29 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel