અટલ બિહારી વાજપેયી
શ્રી વાજ્પેયજી ૧૬ થી ૩૧ મેં ૧૯૯૬ દરમિયાન તથા ફરી ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૧૩ મે ૨૦૦૪ દરમિયાન ભારતના વડાપ્રધાન રહી ચૂકયા છે. ઓક્ટોબર ૧૯૯૯ ની સંસદીય ચૂંટણીના પરિણામો પછી જયારે તેઓ શ્રી ભારતના વડાપ્રધાન તરીકે સ્થાનગ્રહણ કર્યું ત્યારે તેઓ સળંગ ત્રણ લોકસભા ચૂંટણી જીતેલા શ્રી નહેરુ પછી ના પ્રથમ વડાપ્રધાન બન્યા .
૨૫ ડિસેમ્બર ૧૯૨૪ ના રોજ ગ્લાલિયર, મધ્યપ્રદેશ ખાતે જન્મેલા શ્રી વાજપેયીજીના પિતાનું નામ ક્રિષ્ના બિહારી બાજપેય અને માતાનું નામ શ્રીમતી ક્રીષ્ણાદેવી હતું. તેઓ શ્રી ચાર દાયકા થી પણ વધારે સાંસદ સભ્ય રહ્યાનો અનુભવ ધરાવે છે, ૧૯૫૭ થી તેઓ શ્રી સાંસદ રહી ચૂકયા છે. તેઓ શ્રી ૧૯૬૨ થી ૧૯૮૬ દરમિયાન પાંચમી, છઠી , સાતમી તથા ફરી દસમી, અગિયારમી, બારમી, અને તેરમી લોકસભા તથા રાજ્યસભાના સભ્ય રહી ચૂકયા છે, ૨૦૦૪માં તેઓ જયારે લખનઉ , ઉતરપ્રદેશ યા સળંગ થી ચૂંટાયા ત્યારે એ તેમની સળંગ પાંચમી જીત હતી, તેઓ એક માત્ર એવા સાંસદ છે કે જે યુ.પી ,ગુજરાત ,એમ.પી, અને દિલ્હી એમ ચાર જુદા જુદા સભામાંથી ચૂંટાયા હોય. વડાપ્રધાન તરીકે તેઓ શ્રી એ એવા સમૃદધ વારસાનું નિર્માણ કર્યું કે તેમની નિવૃત્તિ ના દાયકાઓ પછી પણ લોકોની સ્મૃતિ માં તેમની યાદગિરી હજુ તાજી છે. તેમની મહત્વની કામગિરીમાં પોખરણ ખાતે પરમાણું પરિક્ષણ , નવી આર્થિક નીતિઓ , રાષ્ટ્રીય ધોરીમાર્ગ ને જોડતી ના -------- નામની મહત્વકાંક્ષી યોજના આ બધી યોજનાઓ દ્વારા તેઓએ ભારતીય સમાજ પર પોતાની એક આગવી છાપ છોડી છે. વિકટોરીયા કોલેજ કોલેજ કાનપુર , ઉત્તરપ્રદેશ ખાતે શિક્ષણ પ્રાપ્ત કરી તેમણે એમ.એ . ( રાજ્ય શાસ્ત્ર ) ની પદવી મેળવી. ઉપરાંત તેઓ શ્રી સાહિત્ય , કળા, વિજ્ઞાનના ક્ષેત્ર માં પણ ઉપલબ્દ્ધી ઓ ધરાવે છે. તેઓ જાણે રાષ્ટ્રધર્મ , ( હિન્દી માસિક ), પંચજન્ય ( હિન્દી અઠવાડિક ) તથા સંદેશ અને વીર અર્જુન જેવા દૈનિક પત્રોનું સફળ સંપાદન કર્યું, તેમના પ્રસિધ્ધ થયેલા પુસ્તકોમાં મેરી સંસદીય યાત્રા , મેરી ઈક્વાયત કવિતાઓ , સંક્લ્પકાલ , શક્તિએ શાંતિ સાંસદ ભવનમાં ચાર દાયકા ( સભાસદનું વચન ) લોક સભાએ અટલજી મુત્યુ યા હત્યા , અમર બલિદાન , કૈદી કવિરાજ ફ્રી કુંડલીયા , ભારતીય – વિદેશ નીતિના નવા આયામો , જનસંઘ ઔર મુસલમાન , સંસદ મેં તીન દશક અમર આગ રે નો સમાવેશ થાય છે,
વાજપેયીજી વિવિધ સામાજિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માં પણ પોતાનું પ્રદાન આપી ચૂકયા છે.
૧. પ્રમુખ , અખિલ ભારતીય સ્ટેશન માસ્ટર અને નાયબ સ્ટેશન માસ્ટર એસોસીયેશન ( ૧૯૬૫ – ૧૯૭૦ )
૨. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક સમિતિ ( ૧૯૬૮ – ૮૪ )
૩. દીનદયાળ ધામ, ફરાર,મથુરા ,યુ.પી.
૪. જન્મ ભૂમિ સ્મારક સમિતિ ૧૯૬૭ થી
આ ઉપરાંત તેઓ જનસંઘ ( ૧૯૫૧ ) ના સ્થાપક સમય નાં સભ્ય , ભારતીય સંઘના પ્રમુખ (૧૯૬૮ – ૧૯૭૩ ) ,જનસંઘ સંસદીય પક્ષના નેતા (૧૯૫૫ – ૧૯૭૭ ) , જનતાપાર્ટી ના સ્થાપક સભ્ય (૧૯૭૭ – ૧૯૮૦ ) , ભાજપના પ્રમુખ (૧૯૮૦ – ૧૯૮૬ ) અને ભાજપના સાંસદ તરીકે ૧૯૮૦ – ૮૪ , ૧૯૮૬ – અને ૧૯૯૩ થી ૧૯૯૬ દરમિયાન રહી ચૂકયા છે, ૧૧ મી લોકસભા દરમિયાન તેઓએ વિરોધપક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી. શ્રી મોરારજી ભાઈ દેસાઈની સરકાર વખતે તેમણે માર્ચ ૨૪ ૧૯૭૭ થી જુલાઈ ૨૮,૧૯૭૯ દરમિયાન વિદેશમંત્રીની ફરજ બજાવી.
શ્રી જવાહરલાલ નહેરુની હરોળ માં આવે તેવી રાજકીય મુત્સદીની એક પ્રતિભાશાળી છાપ ધરવતા વાજ્પેયજી નો ૧૯૯૮-૯૯ નો ગાળો હિમત અને દ્રઢતાનું વર્ષ તરીકે ઓળખાય છે, આ ગાળા દરમિયાન મેં ૧૯૯૮માં ભારત પોખરણ ખાતે પરમાણું પરિક્ષણ કર્યું . ફેબ્રુઆરી ૧૯૯૯ માં પાકિસ્તાન સાથે બસ સેવા શરૂ કરી ભારતીય ઉપખંડ સાંપ્રત ના પ્રશ્નો ને ઉકેલવાનો એક નવો અધ્યાય લખ્યો. ભારતની પ્રમાણિકતા ની સમગ્ર વિશ્વમાં નોધ લેવાઈ. પછીથી જયારે ભારતના સાથે વિશ્વાસઘાત થયો ને કારગીલ યુદ્ધ છેડાયું ત્યારે ભારતીય ભૂમિ પરથી ઘુસણખોરો ને ખદેડવા માટે ની જે કુશળતા તેઓએ દાખવી તે બદલ સમગ્ર વિશ્વ માં વાજ્પયેજી ની કુનેહને બિરદાવાઈ .
વર્ષ ૧૯૯૮- ૯૯ દરમિયાન જયારે સમ્રગ વિશ્વ મંદીમાં સપડાયેલું હતું ત્યારે ભારત નો GDP – 5.8 ટકા નોધાવ્યો . જે અગાઉના વર્ષ કરતા વધારે હતો. ખેતી અને વિદેશી ભંડોળ માં વધારો પણ હકારાત્મક આર્થિક સ્થિતિ સૂચવે છે. આપણે ઝડપી વિકસ સાધવો જ રહ્યો , આપણી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી. આવા વિચાર સાથે ગરિબો આર્થિક રીતે અધ્ધર થાય તે વાત પર પણ તેમણે ભાર મુકયો. દરમિયાન અર્થતંત્ર ને મજબૂત બનાવવું , મજબુત માળખાકીય સવલતો અને માનવ વિકાસ ના કાર્યકમો આવા ત્રીપરિમાણી દ્રષ્ટિકોણ સાથે દેશને એક ગતિશીલ રાષ્ટ્ર બનાવવાની અગતાની કામગિરી કરી. સ્વતંત્ર દિને લાલકિલ્લા પરથી દેશને સંબોધતા તેમણે કહ્યું , હું એક એવા રાષ્ટ્ર નું સ્વપ્ન સેવું છું કે જે ભુખ અને ભયમુક્ત હોય જે નીરવિતા અને જરૂરિયાતો ના અભાવ થી પીડાતો ના હોય.
શ્રી વાજ્પેયજી એ સાંસદ ની કેટલીક અગત્યની સમિતિઓ માં પણ આગળ પડતી જવાબદારી બજાવી હતી. છે જેમ કે ચેરમેન, કમિટી ગવર્મેન્ટ એશોસિયેશન ( ૧૯૬૬ -૬૦ ) ચેરમેન પદ પબ્લિક્ એકાઉન્ટસ કમિટી ( ૧૯૬૭ – ૯૦ ), મેમ્બર, જનરલ પબ્લિક કમીટી ( ૧૯૮૬ ) મેમ્બર, હાઉસ કમીટી , મેમ્બર , બિઝનેશ એડવાઈઝર કમિટી , ચેરમેન, કમીટી અઓન પિટીશન ( ૧૯૯૦ – ૯૧ )ચેરમેન, પબ્લિક એકાઉન્ટ કમીટી ( ૧૯૯૧ – ૯૩ ) ચેરમેન, સ્ટેન્ડીગ કમીટી ઓને એક્સત્નલ એફ્સે તેઓંએ ભારત ની આઝાદી ચળવળમાં પણ ભાગ લીધેલો અને ૧૯૪૨ જેલમાં ગયેલા ૧૯૭૫ – ૭૭ની કટોકટી વખતે પણ તેમ જેલવાસ ભોગવેલો . તેઓએ દેશવિદેશ નું પરિભ્રમણ કરેલુ , તો સાથે સાથે S.C , S.T. સ્ત્રી ઓ અને બાળકોના પ્રશ્નો ને પણ વાચા આપવાનો પયત્ન કર્યો હતો. તેઓંની કેત્કીલ અગત્યની વિદેશ યાત્રાઓ નીચે મુજબ છે.
- નેન્બર, પાર્લામેન્ટ ગુડવિલ મિશન ટુ ઈસ્ટ આફ્રિકા ૧૯૬૫
- પાર્લામેન્ટરી ડેલીગેશન ટુ ઓસ્ટેલિયા ૧૯૬૭
- યુરોલીયન પાર્લામેન્ટ ૧૯૮૩
- કેનેડા ૧૯૮૭
- ઇન્ડિયન ડેલીગેશન ટુ કોમન વેલ્થ પાર્લામેન્ટ્રી એસોસીયેશન
- ઇન્ડિયન ડેલીગેશન ટુ થા યુ.એન. જનરલ એસોસીયેશન ૧૯૮૮,૧૯૯૦,૧૯૯૧,૧૯૯૨,૧૯૯૩,૧૯૯૪.
- લીડર ઇન્ડિયન ડેલીગેશન ટુ થા હ્યુમન રાઈટ્સ કમિશન કોન્ફરન્સ ,જીનીવા ૧૯૯૩.
કવિતા પ્રેમ માટે જાણીતા અને આદર પ્રાપ્ત કરનાર શ્રી વાજ્પેયજી ઉત્કૃષ્ટ વક્તા પણ છે. અને ઉચ્ચકોટીના વાચક પણ તેઓ શ્રી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યમાં પણ રુચિ ધરાવે છે.