હાલારનો સંકલ્પ – નશામુક્ત ભારત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે જામનગર મહાનગર ખાતે આયોજિત #NamoYuvaRun માં યુવાઓએ દોડ લગાવી નશામુક્તિનો સંકલ્પ લીધો. આ મીની મેરેથોનનું કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ શ્રીમતી બીનાબેન કોઠારી સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.












