સશક્ત સરપંચ – સુશાસિત પંચાયત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની અધ્યક્ષતામાં તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો. આ પ્રસંગે પંચાયત વિભાગના વિવિધ વિકાસ કામો માટે ₹1200 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી ગ્રામ પંચાયતોને કરવામાં આવી તેમજ ‘સમરસ ગ્રામ યોજના’ હેઠળ 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની પ્રોત્સાહક ગ્રાન્ટની ફાળવણી પણ કરવામાં આવી. #ViksitGramViksitGujarat












