વિધાનસભામાં વિજયભાઈની અમર યાદો… ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ . વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ ક્ષણે સ્વ.વિજયભાઈના પરિવારજનો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી












