માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના વડસર ગામ ખાતે ટોયોટા કિર્લોસ્કર કંપની દ્વારા નિર્મિત લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્ર અને ટોયોટા કિર્લોસ્કરના સંયુક્ત સાહસથી પ્રથમ તબક્કે ગાંધીનગર અને કલોલના 20 ગામોમાં આ પ્રકારે પ્રિ-ફેબ્રિકેટેડ લાઇબ્રેરીઓનું નિર્માણ થઈ રહ્યું છે. આ અવસરે ગાંધીનગર જિલ્લાના અન્ય 40 ગામોમાં ફેઝ-2 અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને ટોયોટા કિર્લોસ્કરના સંયુક્ત ઉપક્રમે આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રિફેબ્રિકેટેડ લાઈબ્રેરીના નિર્માણ માટેના MoU થયા.












