નશામુક્ત ભારત માટે રાજકોટનો સંકલ્પ… લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે રાજકોટ મહાનગર ખાતે આયોજિત ‘નમો યુવા રન’ને કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ફ્લેગ ઓફ કરાવ્યું. આ મીની મેરેથોનમાં શહેર અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #NamoYuvaRun












