ડિજિટલ ગુજરાતથી વિકસિત ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુભહસ્તે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029’નું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ દૂરંદેશી પોલિસી માત્ર ગુજરાત જ નહીં, પણ દેશના ભવિષ્યના વિકાસને નવી ગતિ આપવા સાથે ન્યૂ જનરેશન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ આપશે તેમજ ગુજરાતને સમગ્ર દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનાવશે.












