જાણશે ગુજરાત, જીતશે ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel આજે ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2026)’ અને ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ’નો શુભારંભ કરાવ્યો. G3Q 2026 થકી વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જ્ઞાન, જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવનાને વેગ મળશે, જ્યારે સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ યુવા ઇનોવેટર્સને વહીવટીતંત્ર અને ઉદ્યોગોના વાસ્તવિક પડકારોના ટેક્નોલોજી આધારિત ઉકેલો શોધવા માટે મંચ પૂરું પાડશે. #SevaSankalpAbhiyan












