જનવિશ્વાસનો ભવ્ય વિજય✌️ પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી અને ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયને આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ પત્રકાર સંબોધી અને આ ભવ્ય જીત બદલ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો.












