ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં શાસક પક્ષની બેઠક યોજાઈ. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ તથા મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.












