આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને મલ્ટીમીડિયાના માધ્યમથી ઉજાગર કરતો ભવ્ય શૉ ‘નમોત્સવ’ આગામી 28 ડિસેમ્બરના રોજ અમદાવાદના સંસ્કારધામ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય આયોજન પૂર્વે આજે સંસ્કારધામ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યક્રમની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી અને કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.












