આજે કેબિનેટ મંત્રી શ્રી Jitu Vaghani અને શ્રી Naresh Patel એ ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગડત ગામની મુલાકાત લઈ અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું. મંત્રીશ્રીઓએ સ્થાનિક રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી તેમજ અસરગ્રસ્ત પરિવારો સુધી તમામ જરૂરી સહાય વહેલામાં વહેલી તકે પહોંચાડવા વહીવટી તંત્રને સૂચનાઓ આપી.












