‘સેવા મારું યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લા તથા મહાનગરમાં ભાજપા સંગઠન દ્વારા વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ‘એક પેડ મા કે નામ’ હેઠળ વૃક્ષારોપણ, ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, આરોગ્ય તપાસ શિબિર તથા આંખ તપાસ કેમ્પ, સશસ્ત્ર દળોના સૈનિકો તથા તેમના પરિવારોના સન્માન કાર્યક્રમો, પ્લાસ્ટિક મુક્તિ અંગે જનજાગૃતિ અભિયાન, આદિવાસી છાત્રાલયોમાં સેવા પ્રવૃત્તિઓ તેમજ દિવ્યાંગજનો માટે સહાયરૂપ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકીના વિવિધ કાર્યક્રમો કાર્યકર્તાઓ તેમજ સમાજના વિવિધ વર્ગોની ભાગીદારી સાથે યોજવામાં આવશે.
Tweets by BJP4India
[youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default]
Visit our channel