અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ખાતે શ્રી વિશ્વકર્માએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એકાત્મ માનવદર્શન અને અંત્યોદયના વિચારના પ્રણેતા તથા ભાજપા કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારો અને અંત્યોદયના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા અંગે તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ સાથે ભગવાન શ્રી વિશ્વકર્માજીના મંદિરે દર્શન અને પૂજન કરી તેમણે સૌ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
Tweets by BJP4India
[youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default]
Visit our channel