સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવા બદલ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘જનતા જનાર્દન અભિવાદન’ સમારોહ યોજાયો.

આ સમારોહમાં પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.