સેવા અને સમર્પણના પ્રતીક માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જાણીતા લેખિકા શ્રી કાજલ ઓઝા વૈદ્ય દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન પર વક્તવ્ય આપવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી દીપિકાબેન સરડવા, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, મેયર શ્રી કિરીટભાઈ પરમાર સહિત આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યાં.

















