સુશાસન સપ્તાહની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે સેક્ટર-૨૪ અને સેક્ટર-૨૯માં નવીનીકરણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કુલ ૧૪ બગીચાઓનું વર્ચ્યુઅલી ઈ-લોકાર્પણ માન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મેયર શ્રી હિતેષભાઈ મકવાણા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.