સુરત, જૂનાગઢ, નવસારી અને વડોદરાના આમ આદમી પાર્ટીના 250થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી એમ.એસ.પટેલ અને શ્રી જનકભાઈ બગદાણાવાળાએ કાર્યકર્તાઓને ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું.