સુરત ખાતે ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ‘Craftroots Surat Exhibition 2022’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત મોટી સંખ્યામાં હસ્તકલાના કારીગરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.