સુરતની સુમુલ ડેરીની 200થી 20 લાખ લિટર દૂધ ઉત્પાદનની યાત્રામાં આપણા આદિવાસી અને ખેડૂત ભાઈ-બહેનોનો અમૂલ્ય ફાળો છે.

સહકારની આ ભાવનાને વધુ સશક્ત કરવા આજરોજ બાજીપુરા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની વિશેષ ઉપસ્થિતિમાં ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ સહિત સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.