રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત લક્ષ્મીનગર રેલવે અંડરબ્રિજનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે કરવામાં આવ્યું.

આ અંડરબ્રિજનું નામકરણ પણ કરવામાં આવ્યું. હવેથી આ અંડરબ્રિજ ‘CDS જનરલ બિપીન રાવત બ્રિજ’ તરીકે ઓળખાશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, પ્રદેશ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.