રાજકોટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો.

જેમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું તથા ચેક દ્વારા સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તથા ભાજપના વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ સહિત ધારાસભ્યશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.