રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ, સર્વ સમાજના સમુહ લગ્ન તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના સર્ટિફિકેટનું વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ સાથે જ પ્રદેશ અધ્યક્ષશ્રીની રક્તતુલા કરવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ, મહાનગર અધ્યક્ષ શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ ઉપસ્થિત રહ્યાં.