મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત ગામોની મુલાકાત લઇને સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત ગામોની મુલાકાત લઇને સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે. તદ્દનુસાર મુખ્યમંત્રીશ્રી આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ તથા ગ્રામજનો પાસેથી તાઉતે વાવાઝોડાથી ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.