મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર નજીક સ્થિત કંથારપુર મહાકાળી વડને યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું.

આ સ્થળે પ્રથમ તબક્કામાં ₹6 કરોડના ખર્ચે લેન્ડસ્કેપિંગ, ધ્યાન-યોગ માટેની જગ્યા, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.