મા ભારતીની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર અમર શહીદોની શૌર્યગાથાને યાદ કરવા નિકોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં વિવિધ કલાકારોએ પોતાની કળા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ પ્રસંગે મંત્રીશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.