માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ મેડિકલ સેલ અને 170 ડૉક્ટરોની ટીમે 8 મહાનગરોમાં 8500 બહેનોના સર્વાઈકલ કેન્સરના pap ટેસ્ટ કર્યા.
જેને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ લંડન અને યુનાઈટેડ વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ યુએસએમાં સ્થાન પ્રાપ્ત થયું.
આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.