ભૂચર મોરી સ્મારક, ધ્રોલ ખાતે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથા સપ્તાહના સમાપન દિવસે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય રેલી યોજાઈ તથા આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રીનું સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ બોઘરા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં.