બારડોલી ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નમો એપ અભિયાન અંતર્ગત કેદારેશ્વર મંદિરના પ્રાંગણમાં સંમેલન યોજવામાં આવ્યું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી વી.ડી.ઝાલાવડિયા, શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ સહિત કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
















