પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે સંગઠન પર્વ – 2019 સદસ્યતા અભિયાન અંતર્ગત થયેલ કામગીરીની સમિક્ષા તથા આગામી કાર્યક્રમો અંતર્ગત પ્રદેશની બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં સંગઠન પર્વ – 2019 સદસ્યતા અભિયાન અંતર્ગત થયેલ કામગીરીની સમિક્ષા તથા આગામી કાર્યક્રમો અંતર્ગત પ્રદેશની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણ ભ્રહ્મભટ્ટ, શ્રી કે.સી.પટેલ, સંગઠન પર્વ 2019ના પ્રદેશ સંયોજક શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા પ્રદેશ સહ સંયોજક શ્રી રજનીભાઈ પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, તમામ મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓ, જીલ્લા-મહાનગરના પ્રભારીશ્રીઓ તથા જીલ્લા-મહાનગરના પ્રમુખ/મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.