પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે ‘સદસ્યતા વૃદ્ધિ અભિયાન’ અંતર્ગત સામાજિક સંસ્થાઓના અગ્રણીશ્રીઓ, ગૃહ ઉદ્યોગ ચલાવતા બહેનો તથા વિવિધ એન.જી.ઓ.ના સભ્યો ભાજપા સાથે જોડાયા.

Line

આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પક્ષની વિચારધારા અને સમર્થ સુકાની આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં ગુજરાતભરના સામાજીક સંસ્થાઓ, ગૃહ ઉદ્યોગ તથા એન.જી.ઓ.ના મહિલા અગ્રણીઓ તથા સભ્યોએ ભાજપાના સદસ્ય બની ફરી એકવાર શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્ર સાથેની વિકાસલક્ષી રાજનીતિને અનુમોદન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ પ્રવક્તાશ્રી ભરતભાઇ પંડ્યા, ગુજરાત પ્રદેશ ભાજપાના વિવિધ સેલના પ્રભારી ડો. અનિલભાઈ પટેલ તથા ભાજપા મહિલા મોરચાના અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ઉપસ્થિત સૌ મહિલા અગ્રણીઓ તથા સભ્યોને ભાજપાના સદસ્યતા અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ભાજપાના અગ્રણી શ્રીમતી રાજીકાબેન કચેરીયાએ કર્યુ હતુ.

ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ ના ‘‘સદસ્યતા વૃધ્ધિ અભિયાન’’ અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્ર, વિવિધ વર્ગ તથા વિવિધ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજરોજ ગુજરાતભરના એન.જી.ઓ. અને સામાજીક સંસ્થાઓના ૧૮૦ કરતા વધારે મહિલા સભ્યો ભાજપાના સદસ્ય બન્યા હતા.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top