પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને ‘આજના ભારતની વૈચારિક મુખ્યધારા, આપણી રાષ્ટ્રવાદની સંકલ્પના, લોકતંત્ર અને પંચનિષ્ઠા’ વિષયની બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ ની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને આજના ભારતની વૈચારિક મુખ્યધારા, આપણી રાષ્ટ્રવાદની સંકલ્પના, લોકતંત્ર અને પંચનિષ્ઠા વિષયની બેઠક યોજાઈ. આ બેઠકમાં મીડિયા ડિબેટ ટીમના સભ્યશ્રી અમિતભાઇ જ્યોતિકર એ માન. મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, પ્રદેશ સેલ કન્વીનર શ્રી મહેશભાઈ કસવાલા અને સહકાર ક્ષેત્રના આગેવાન શ્રી દિલીપભાઈ સાંઘાણી સહિત ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444