પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને ‘કેન્દ્ર અને રાજ્ય સરકારમાં અંત્યોદયના પ્રયત્નો’ વિષયની બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ ની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને કેન્દ્ર અને રાજ્ય સરકારમાં અંત્યોદયના પ્રયત્નો વિષયની બેઠક યોજાઈ. આ બેઠકમાં પૂર્વમંત્રી શ્રી રમણભાઈ વોરા તેમજ મીડિયા ડિબેટ ટીમના સભ્યશ્રી પ્રેરકભાઈ શાહ એ માન. મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર, પ્રદેશ મંત્રી શ્રી હર્ષદગિરી ગોસ્વામી અને સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ સહિત ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું.