પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ વિષયની કાર્યશાળા યોજાઈ.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ ની ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગ અનુસંધાને સોશિયલ મીડિયાનો પ્રભાવી ઉપયોગ વિષયની કાર્યશાળા યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વિજભાઈ પટેલ અને પ્રદેશ આગેવાન શ્રી મહેશભાઈ કસવાલા એ પ્રદેશ આઈ.ટી.-સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ ડો.પંકજભાઈ શુકલા સહિત ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું.