પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં AMCના પૂર્વ વિપક્ષ નેતા શ્રી દિનેશભાઈ શર્મા, સાબરકાંઠાના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નારણભાઈ પટેલ અને તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.