પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતા શ્રી જયરાજસિંહ પરમાર તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી જયંતીભાઈ કવાડીયા, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.