પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં કોળી અને ઠાકોર સમાજની બેઠક યોજાઈ.

આ બેઠકમાં પરમ પૂજ્ય શ્રી ભારતી બાપુ, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર.સી.મકવાણા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ભરતસિંહ ડાભી, પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી દિલીપભાઈ ઠાકોર સહિત ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.